આજે લોકશાહીના પર્વની ઉજવણી થઈ રહી છે ત્યારે એક મતની કિંમત સમજતા દરેક નાગરિક પોતાનો કિંમતી મત આપવાનું ચૂકતા નથી ગુજરાતના ખૂણે-ખૂણે લોકો ટાળી ના શકાય તેવા કપરા સંજોગોની વચ્ચે પણ મતદાન મથકે જઈને મતાધિકારનો ઉપયોગ કરે છે દેશમાં એક સારી સરકારની રચના કરવા માટે તેઓ કટિબધ્ધ છે એવા જ એક જાગૃત નાગરિક જોવા મળ્યા હતા અમરેલીમાં, ભરત બારોટ નામના આ મતદારની હાલત એટલી ગંભીર હતી કે તેમને પોતાનો મત આપવા માટે એમ્બ્યુલન્સમાં સ્ટ્રેચર સાથે આવવું પડ્યું હતું બે હાથ અને એક પગમાં થયેલી ગંભીર ઈજાઓને કારણે તેઓ દવાખાનેથી નીકળી શકવા પણ અસમર્થ હતા તેવામાં હોસ્પિટલના સ્ટાફ અને પરિવારની મદદના કારણે તેમણે તેમના હકનો ઉપયોગ કર્યો હતોચિત્તલ રોડ પર આવેલા વોર્ડ-3માં મત આપ્યા બાદ ભરતભાઈએ લોકોને પણ મત આપવાની અપીલ કરી હતી