અમદાવાદ:મઘરાતે ‘વાયુ’ વાવાઝોડાની થોડી દિશા બદલાઇ છે પરંતુ ઝડપમાં વધારો થયો છે બપોર બાદ સરકાર ગુજરાતના વાતાવરણને લઈને ફરી જાહેરાત કરી શકે છે હાલ વાયુ વાવાઝોડું વેરાવળથી 200 કિમી દૂર ઓમાન તરફ ફંટાઈ રહ્યું છે જેથી ગુજરાતના દરિયાકાંઠે ભારે વરસાદ શરૂ થયો છે અને દરિયામાં હાઈ ટાઈડ જોવા મળી રહ્યા છે આગામી 15 જૂન સૂધી વાવાઝોડાનો ખતરો રહેશેહવામાન એજેન્સી સ્કાયમેટે દાવો કર્યો છે કે ‘વાયુ’ વાવાઝોડાની ગુજરાતમાં કોઈ અસર નહીં થાય આ વાવાઝોડું પોરબંદર નજીકથી પસાર થાય તેવી શક્યતા છે હાલ જે કેટેગરી 2નું વાવાઝોડું છે તે કેટેગરી 1માં પરિવર્તિત થાય તેવી સંભાવના છે