જૂનાગઢ: જૂનાગઢ ગિરનાર જંગલમાં આવેલ પ્રાચીન જટાશંકર મહાદેવની ગીરી કંદરા વચ્ચેની રમણીય જગ્યા કે જ્યાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે અહીં ખળખળ વહેતા ઝરણામાં સાતમ આઠમના તહેવારને લઇને લોકોની રોજ ભીડ જામે છે અને ન્હાવાનો આનંદ લીધો હતો બે દિવસ દરમિયાન 1 લાખથી વધુ પ્રવાસીઓ ગીરનારના જંગલમાં ઉમટી પડ્યા હતા અને જંગલની મજા માણી હતી મોટી સંખ્યામાં લોકો ઉમટી પડતા રસ્તાઓ ઉપર ટ્રાફિકજામ થયો હતો વન વિભાગે ચૂસ્ત બંદોબસ્ત ગોઠવવો પડ્યો હતો