Surprise Me!

ગીરનાર રોપ વેનું કામ ઝડપી કરવા માલવાહક ટ્રોલીથી 3 પાર્ટ કરી JCB અંબાજી મંદિરે પહોંચાડાયું

2019-08-26 3,240 Dailymotion

જૂનાગઢ: ગીરનાર રોપ વેનું કામ ઝડપી કરવા માટે જેસીબીને ત્રણ પાર્ટમાં કરી માલવાહક ટ્રોલીથી ગીરનારની ટોચ અંબાજી મંદિરે પહોંચાડવામાં આવ્યું છે તેમજ જેસીબી વડે કામ પણ શરૂ કરી દેવામાં આવ્યું છે અગાઉ ગીરનાર 1200 પગથીયા સુધી માલવાહક ટ્રોલીથી ટ્રેક્ટર લઇ જવાયું હતું હવે જેસીબીને અંબાજી મંદિરના પરિસર સુધી પહોંચાડી કામ શરૂ કરવામાં આવ્યું છે ડિસેમ્બરના અંત સુધીમાં રોપ વેનું કામ પૂરૂ થાય તેવી શક્યતા છે ઉષા બ્રેકો કંપની દ્વારા ઉપર અને નીચે યુદ્ધના ધોરણે કામગીરી ચાલી રહી છે જેસીબીની મદદથી મોટા પથ્થર આસાનીથી દૂર કરી શકાશે