103 મિનિટના આ વીડિયોમાં સ્પષ્ટ જોવા મળે છે કે કેટલાંક લોકો લાઇનમાં ઈઝરાયલ અને અમેરિકાના રાષ્ટ્રધ્વજ પર ચાલીને આવી રહ્યા છે વીડિયો મસ્જીદનો છે જેને ડેવિડ વેન્સે શેર કર્યો છે પાકિસ્તાની લોકો મસ્જીદમાં બંને દેશના ઝંડાઓ પર જાણી જોઇને જૂતા પહેરીને ચાલી રહ્યા છે વીડિયોને લઇને ડેવિડે કહ્યું છે કે આ બંને દેશનું બહુ મોટું અપમાન છે તેમણે પાકિસ્તાનને મળનારી આર્થિક મદદ પર પણ સવાલ ઉઠાવ્યા છે, અને પૂછ્યું કે આ દેશને આર્થિક મદદ શા માટે કરવામાં આવી રહી છે