સુરતઃહીરા ઉદ્યોગ છેલ્લા ઘણા સમયથી મંદીનો સામનો કરી રહ્યો છે નાના મોટા કારખાનાઓ બંધ થતાં રત્નકલાકારોની હાલત કફોડી થઈ રહી છે ત્યારે કતારગામના જડીવાળા કમ્પાઉન્ડમાં આવેલી ગોધાણી જેમ્સ નામની કંપનીમાંથી એક સાથે 250 રત્નકલાકારોનો છૂટા કરી દેવાયા છે જેથી રત્નકલાકારો વિકાસ સંઘની ઓફિસ પહોંચીને પોતાની રજૂઆત કરી હતી