Surprise Me!

ગણેશ વિસર્જનમાં ડૂબેલા કેશરપુરાના 6 યુવકોની એક સાથે અર્થી ઉઠી, અંતિમયાત્રામાં લોકો હીબકે ચઢ્યાં

2019-09-08 397 Dailymotion

અરવલ્લીઃ ગણેશ વિસર્જન દરમિયાન ધનસુરા તાલુકાના ખડોલ નજીકથી પસાર થતી વાત્રક નદીના પટમાં કેશરપુરા ગામના 6 યુવાનોના નદીમાં ડૂબી જતા મોત થયા છે કેશરપુરા ગામના 7 યુવકો વાત્રક નદીના વહેણમાં તણાતા એક યુવકને સ્થાનિકોએ બચાવી લીધો હતો અને 6 યુવકો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા મોડી રાત સુધી 5 યુવકોની લાશ મળી આવી હતી, જ્યારે શનિવારે સવારે એનડીઆરએફની ટીમે વધુ એક યુવકનો મૃતદેહ બહાર કાઢતા તમામ મૃતદેહને ધનસુરા સરકારી હોસ્પિટલમાં પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યા હતા ત્યાર બાદ આજે 6 યુવકોના મૃતદેહને અંતિમક્રિયા માટે ગામમાં લવાતા પરિવારજનોના હૈયાફાટ રૂદનથી સમગ્ર પંથકમાં ગમગીની છવાઈ હતી તેમજ અંતિમવિધિમાં મોટી સંખ્યામાં લોકોએ ઉપસ્થિત રહી પરિવારજનોને સાંત્વના આપી હતી