જીતુ પંડ્યા, વડોદરા: વડોદરાના કુંભાર પરિવારો દિવાળીના તહેવારમાં દીવડા, ઝુમ્મર અને પોર્ટ જેવી વિવિધ ચીજવસ્તુઓ બનાવીને આખા વર્ષની કમાણી કરે છે અને વર્ષ દરમિયાન ઘરનું ગુજરાન ચલાવે છે પરંતુ ઓનલાઇન ખરીદીના વધેલા વ્યવસાયે 20 જેટલા કુંભાર પરિવારોની હાલત પણ કફોડી કરી દીધી છે અને તેમના વ્યવસાયમાં 60 ટકા સુધીનો ફટકો પડ્યો છે