વડોદરાઃ પ્રકાશ પર્વ દીપાવલીની શહેરીજનો દ્વારા ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે વાડી સ્વામીનારાયણ મંદિરમાં એકદંત રંગોળી કલાકાર ગૃપ દ્વારા ભારતના ચંદ્રયાન-2 મીશનને મળેલી સફળતાને કેન્દ્ર સ્થાને રાખીને 2400 ફૂટની વિશાળ રંગોળી બનાવવામાં આવી છે
રંગોળી કલાકાર સમીરા વાગરાએ જણાવ્યું હતું કે, અમારું 16 કલાકારનું ગૃપ છે દીપાવલી પર્વ અને વાડી વિસ્તારમાં આવેલા વડતાલ તાબાના સ્વામીનારાયણ મંદિરમાં ઉજવાનાર દ્વિશતાબ્દિ મહોત્સવ નિમીત્તે રંગોળી બનાવવામાં આવી છે આ રંગોળી પ્રદર્શનમાં ભારતના વૈજ્ઞાનિકોને ચંદ્રયાન-2 મીશનમાં મળેલી સફળતાને ધ્યાનમાં રાખીને 2400 ફૂટની રંગોળી તૈયાર કરવામાં આવી છે