ચંદીગઢઃડેરા સચ્ચા સૌદા પ્રમુખ રામ રહીમની અંગત ગણાતી હનીપ્રીતને CJM કોર્ટે બુધવારે પંચકૂલા હિંસા મામલે જામીન આપી દીધા છે કોર્ટે 2જી નવેમ્બરે આ કેસમાં હનીપ્રીત સહિત 15 આરોપીઓ પરથી રાજદ્રોહની કલમ હટાવી દીધી હતી ત્યારબાદ હનીપ્રીતે જામીન અરજી કરી હતી કેસની આગામી સુનાવણી 20મી નવેમ્બરે કરાશે અંબાલા જેલમાં બંધ હનીપ્રીત બુધવાર અથવા ગુરુવારે બહાર આવી શકે છે