Surprise Me!

રેડ બુલે 33 હજાર ફૂટની ઊંચાઈએ ઝીરો ગ્રેવિટીમાં કારનાં ટાયર બદલ્યાં

2019-11-24 170 Dailymotion

રેડ બુલ રેસિંગ ટીમના પિટ ક્રૂ સ્ટાફે મોટું કારનામું કર્યું છે ટીમે પૃથ્વીની 33 હજાર ફૂટની ઊંચાઈએ રેસિંગ કારના ટાયર બદલ્યાં હતાં આટલી ઊંચાઈએ જ્યારે ટાયર બદલાયાં ત્યારે ત્યાં ઝીરો ગ્રેવિટી હતી એટલે કે ગુરુત્વાકર્ષણબળ કામ નહોતું કરી રહ્યું આ સ્થિતિમાં પણ રેડ બુલ પિટ ક્રૂ ટીમે ફક્ત 22 સેકન્ડમાં ટાયર બદલવાનું કારનામું કરી બતાવ્યું ઝીરો ગ્રેવિટીમાં ટાયર બદલવા રેડ બુલની 2005 મોડલની કારને વિમાનની મદદથી ઊંચાઈએ લઈ જવાઇ હતી ત્યાં વિમાનની અંદર ટાયર બદલાયાં હતાં ઝીરો ગ્રેવિટીમાં ઝડપથી ટાયર બદલવા માટે 16 પિટ ક્રૂ મેમ્બરને લગભગ એક મહિનાની ખાસ ટ્રેનિંગ અપાઈ હતી આ સાથે 10 લોકોની વીડિયો ટીમ પણ તૈયાર કરાઈ, જેણે ઝીરો ગ્રેવિટીમાં ટાયર બદલવાની સંપૂર્ણ પ્રક્રિયા રેકોર્ડ કરી