કેરળના કોચ્ચિમાં આવેલા સબરીમાલા મંદિરમાં દર્શન કરવા આવેલી એક મહિલાની આંખોમાં મરચાનો સ્પ્રે છાંટવામાં આવ્યો હતો એક યુવકે મહિલાને અચાનક આંખમાં મરચાનો સ્પ્રે છાંટતા તે ગભરાઈ ગઈ હતી અને ભાગવા લાગી હતી પરંતુ યુવકે તેનો પીછો કરીને વારંવાર સ્પ્રે છાંટવાનો પ્રયાસ કર્યો હતો પીડિત મહિલાનું નામ બિંદૂ અમ્મિની છે, જે એક સમાજસેવિકા છે ઘટના બાદ બિંદૂને તરત હોસ્પિટલ દાખલ કરવામાં આવી હતી