Surprise Me!

બગસરામાં દીપડાને પકડવા તંત્ર રાતભર દોડતું રહ્યું, લોકો જાગતા રહ્યાં

2019-12-09 1 Dailymotion

અમરેલી: બગસરા પંથકમાં 24 કલાકમાં આદમખોર દીપડાએ માનવ પર બે હુમલા કર્યા હતા જેમાં એકનું મોત નીપજ્યું હતું અને એક મહિલા સારવાર હેઠળ છે દીપડાને પકડવા માટે વન વિભાગ અને પોલીસની ટીમોના ધાડેધાડા તેમજ શાર્પશૂટરો પણ ઉતારી દેવામાં આવ્યા છે ગત રાત્રે આખી રાત પોલીસ અને વન વિભાગ દોડતું રહ્યું પરંતુ દીપડો ક્યાંય નજરે પડ્યો નહોતો આજે સવારના 630 વાગ્યા સુધીમાં વન કર્મી અને પોલીસકર્મીઓ વાડી અને સીમ વિસ્તારમાં તૈનાત હતા પરંતુ દીપડો અન્ય ગામોમાં વાડી વિસ્તારથી દૂર જતો રહ્યો હોવાનું અનુમાન છે 2 દિવસ દરમિયાન મેગા ઓપરેશન સફળ નહીં જતા સ્થાનિકોની ચિંતામાં વધારો થયો છે