Surprise Me!

શાહઆલમમાં કાશ્મીર સ્ટાઈલમાં મોંઢે રૂમાલ બાંધી તોફાનીઓનો પથ્થરમારો, 20થી વધુ પોલીસકર્મીઓ ઘાયલ

2019-12-19 1 Dailymotion

સિટીઝનશિપ એમેન્ડમેન્ટ એક્ટના વિરોધમાં મુસ્લિમ સંગઠનોએ ગુરુવારે ગુજરાત બંધનું એલાન આપ્યું છે ત્યારે સાંજે શહેરના શાહઆલમ વિસ્તારમાં વિરોધ કરનારાઓએ તોફાન મચાવ્યું હતું તેમજ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો કાશ્મીરી સ્ટાઈલમાં પોલીસ પર હુમલો કરાતા તેમાં 20 જેટલા પોલીસ કર્મીઓ અને કેટલાક મીડિયાકર્મી ઘાયલ થયા હતા પોલીસ કર્મીઓમાં ઝોન-6 ડીસીપી, એસીપી આરબીરાણા, બે પીઆઈ, ચારથી વધુ પીએસઆઈ અને પાંચથી સાત કોન્સ્ટેબલ સહિતના પોલીસ કર્મીઓને પકડી પકડીને માર્યા હતા જ્યારે પોલીસે તોફાનીઓને કાબુમાં લાવવા માટે 20થી વધારે ટીયરગેસના શેલ છોડ્યા હતા