Surprise Me!

રાજસ્થાનના કુખ્યાત રણવીરસિંહ ચૌધરીની હત્યામાં સુરતના પાલનપુર પાટીયાથી બે યુવકોની ધરપકડ

2020-01-12 1,587 Dailymotion

સુરતઃરાજસ્થાનના કોટામાં ગેંગવોરમાં ભાનુ અને શિવરાજ ગેંગ સાથે જોડાયેલા રણવીરસિંહ ચૌધરીની ગત 23 ડિસેમ્બરના રોજ 17 રાઉન્ડ ફાયરિંગ કરી હત્યા કરવામાં આવી હતી હત્યામાં વપરાયેલી સ્કોર્પિયો કાર પોલીસ કબ્જે કરી હતી અને આરોપીની શોધખોળ હાથ ધરી હતી જેમાં બે આરોપીઓ સુરત તરફ ભાગ્યા હોવાની જાણ થઈ હતી જેથી રાજસ્થાન, સુરત અને નવસારી પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધરી સુરતના પાલનપુર પાટીયા નજીક આવેલા દિનદયાળ વિસ્તાર આવેલા શુભમ એપાર્ટમેન્ટના બીજા માળેથી બે યુવકની ધરપકડ કરી છે બંને યુવકનો હાલ નવસારી લઈ જવામાં આવ્યા છે અને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે