સુરતઃઆજે સુરતનાં પાલ ખાતે દીક્ષાઉત્સવ વિજયોત્સવ તરીકે મનાવવામાં આવ્યો હતો જેમાં મૂળ બનાસકાંઠાના ડાયમંડના વેપારીએ પોતાની સંપૂર્ણ સંપત્તિ વેચીને પત્ની અને બે દીકરી સહિત સાત મુમુક્ષુઓએ દીક્ષા ગ્રહણ કરી સંયમનો માર્ગ અપનાવ્યો હતોમૂળ બનાસકાંઠાના અને છેલ્લા 20 વર્ષથી સુરતમાં સ્થાયી થયેલા વિજય મહેતાએ જીવનના 20 વર્ષ હીરા ઉદ્યોગને આપી પોતાની પત્ની સંગીતાબેન અને બે દીકરીઓ દ્રષ્ટિ અને આંગી સાથે દીક્ષા લીધી હતી તેઓ હીરાના ધંધામાં કરોડો રૂપિયાનું ટર્ન ઓવર ધરાવતાં હતા પરંતુ છ વર્ષ પહેલા તેમણે વેપારને મહત્વ આપવાનું ઓછું કરી દીધુ આ સમયે તેમને એવું લાગ્યું હતું કે, ક્ષણિક સુખ માટે આટલી મહેનત શા માટે કરવી ? આથી તેમણે સહપરિવાર સાથે દીક્ષા લેવાનો વિચાર કર્યો હતો તેમણે તમામ સંપત્તિ કે જેનું સર્જન કરવામાં તેમણે વર્ષો સુધી મહેનત કરી હતી તે પણ વેચી દઈ દીક્ષા ગ્રહણ કરી છે