માધવપુર: પોરબંદર તાલુકાના માધવપુર ખાતે કાચબા ઉછેર કેન્દ્ર છે અને પોર1બંદર જિલ્લાના 100થી વધુ કિલોમીટરના સમુદ્ર કિનારે કાચબા ઈંડા મુકવા આવતા હોય છે પોરબંદર જિલ્લામાં અગાઉ ત્રણ કાચબા ઉછેર કેન્દ્ર હતા પરંતુ હાલ અરબી સમુદ્રના કિનારે આવેલ માધવપુર ખાતે માત્ર એક કાચબા ઉછેર કેન્દ્ર છે અને અહીં કાચબાની લુપ્ત થઈ રહેલી જાતિઓનો પણ ઉછેર કરવામાં આવે છે ત્યારે સમયાંતરે અરબી સમુદ્રમાં રહેલ કાચબા કિનારે આવીને ઈંડા મૂકતા હોય છે ત્યારે તાજેતરમાં કાચબી ઈંડા મુકવા માટે આવેલ તે સમયે રેર ઓફ ધ રેર કહી શકાય તેવી ઘટના બની હોવાનું સામે આવ્યું હતું સમુદ્ર કિનારે ઇંડા મુકવા આવેલી કાચબીને સિંહ ફાડી ખાધી હતી