સુરતઃકોસમાડા ગામની 13 વર્ષની તરૂણીને પેટમાં દુ:ખતા એક દિવસ શાળામાં રજા પાડી હતી બીજા દિવસે શાળામાં જતા બીજા વિદ્યાર્થીઓએ ટીચર મારવાના હોવાનું જણાવી ડરાવતા હતા આ ઘટનાથી માઠું લાગી આવતા તરૂણીએ ઘરે આવી ફાંસો ખાઇને આત્મહત્યા કરી હતી શાળામાં વિદ્યાર્થીઓ ટીચર મારવાના હોવાનું કહીં ડરાવતા હોવાનો ઉલ્લેખ વિદ્યાર્થિનીએ સુસાઇડ નોટ ઉલ્લેખ પણ કર્યો છે