Surprise Me!

ગાંધીનગરમાં કુડાસણની જ્વેલરી શોપમાં લૂંટના ઇરાદે 4 રાઉન્ડ ફાયરિંગ

2020-02-07 4,250 Dailymotion

ગાંધીનગરઃ ન્યૂ ગાંધીનગરના કુડાસણમાં મેઇન રોડ પર આવેલી કૃષ્ણકુંજ કોમ્પ્લેક્સસ્થિત આદિશ્વર જ્વેલર્સમાં ગુરુવારે રાત્રે ઘૂસી આવેલા 3 શખ્સે દુકાનમાલિક પર ફાયરિંગ કરીને લૂંટ ચલાવવા પ્રયાસ કર્યો હતો જોકે દુકાનમાં કામ કરતા કર્મચારીએ લૂંટારુઓ પર ચીજવસ્તુઓ ફેંકીને પ્રતિકાર કર્યો હતો આ સાથે બુમરાણ મચતાં લૂંટારુઓ બાઇક પર ભાગી છૂટ્યા હતા સલામત કહેવાતા ગાંધીનગરમાં બનેલા ફાયરિંગના આ બનાવમાં દુકાનમાલિકને ખભામાં ગોળી વાગી હતી અને તેમને સારવાર માટે નજીકની ખાનગી હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા બનાવની જાણ થતાં દોડી આવેલી પોલીસે સીસીટીવી કૅમેરાના ફૂટેજ મેળવવા તજવીજ શરૂ કરી હતી બનાવના પગલે આસપાસમાં વેપારીઓ સહિત લોકો સ્થળ પર ટોળે વળી ગયા હતા