આંદામાન અને નિકોબાર પર બેવડી આફતની સંભાવના છે. ચક્રવાત આસની વચ્ચે ભૂકંપના આંચકા અનુભવાયા છે. આસનીના કારણે આંદામાનમાં ભારે વરસાદની આશંકા છે. વાવાઝોડાના પગલે શાળા - કોલેજોમાં રજા જાહેર કરાઇ છે. સતર્કતાના ભાગરૂપે NDRFની ટીમો ખડેપગે છે. માછીમારોને દરિયો ન ખેડવાની ચેતવણી આપી છે.