Surprise Me!

ગુજરાતમાં ઉદયપુરની ઘટનાના પડઘા પડ્યા

2022-06-30 1,407 Dailymotion

ઉદયપુરની ઘટનાના પડઘા બનાસકાંઠામાં પડ્યા છે. જેમાં રાજસ્થાન સરહદને અડીને આવેલું પાંથાવાડામાં બંધનું એલાન આપવામાં આવ્યું છે. તેમજ બંધના એલાનને પગલે પાંથાવાડાના

બજારો બંધ છે. તથા વેપારીઓ દ્વારા રેલી કાઢી હત્યારાઓને ફાંસીની સજા આપવા માગ કરવામાં આવી છે.

રાજસ્થાન તરફ જતી તમામ એસટી બસો બંધ કરાઈ

ઉલ્લેખનીય છે કે સમગ્ર ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. તેમજ રાજસ્થાન તરફ જતી તમામ એસટી બસો બંધ કરાઈ છે. તથા ગામમાં કાયદો વ્યવસ્થા ન ખોરવાય તેને લઈ

પોલીસ એલર્ટ મોડમાં છે. તેમજ પાંથાવાડા ગામ રાજસ્થાનને અડીને આવેલું છે.

જાણો સમગ્ર મામલો:

28 જૂનની બપોરે કનૈયાલાલ ઉદયપુરના ધાનમંડી વિસ્તારમાં આવેલી પોતાની દુકાન પર ટેલરિંગ કામ કરી રહ્યાં હતા. ત્યારે અચાનક મોહમ્મદ રિયાઝ અને મોહમ્મદ ગૌસ કપડા

શિવડાવવાના બહાને પહોંચ્યા અને કનૈયા આ પૈકીના એક વ્યક્તિનું માપ લઈ રહ્યો હતો. બીજાએ તેની પર એક મોટા છરાથી હુમલો કર્યો અને કનૈયાલાલનું ગળું કાપી નાખ્યું હતું.
હત્યારાઓએ હત્યાનો વીડિયો પણ બનાવ્યો અને તેને સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને હત્યાની જવાબદારી લીધી અને તેને ઈસ્લામનું અપમાનનો બદલો લેવાની કાર્યવાહી ગણાવી. એટલું

જ નહિ તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ ધમકી આપી છે.

28 જૂનની સાંજે ઉદયપુરમાં તાલિબાની સ્ટાઈલથી ટેલરની હત્યા કરનાર આરોપી ગૌસ મોહમમ્દ અને રિયાઝ જબ્બર 170 કિમી દૂર રાજસમંદ જિલ્લાના ભીમ વિસ્તારમાંથી પકડાયા હતા.

બંનેએ ભાગવાની સંપૂર્ણ કોશિશ કરી, જોકે અંતે પોલીસે પાથરેલી જાળમાં તે ફસાઈ ગયા. હત્યારાઓના પકડાઈ જવાનો એક વીડિયો બહાર આવ્યો છે.