Surprise Me!

મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: નવસારીમાં નદીઓ ગાંડીતૂર

2022-07-12 1 Dailymotion

નવસારી જિલ્લામાંથી પસાર થતી પૂર્ણા, અંબિકા અને કાવેરી નદીઓએ ભયજનક સપાટી વટાવી દીધી છે. જેમાં પૂર્ણા નદી 26 ફૂટથી ઉપર વહેતા નવસારી શહેરમાં પાણી ભરાઈ ગયા છે. નવસારી શહેરની જીવાદોરી સમાન પૂર્ણા નદીમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાતા શહેરના અનેક વિસ્તારોમાં જળ બંબાકારની સ્થિતિ સર્જાઈ છે. શહેરમાંથી બહાર જવાના માર્ગો બંધ થઈ ગયા છે. નવસારી-સુરતને જોડતો સ્ટેટ હાઈવે પણ બંધ થઈ ગયો છે.