રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ પર કોંગ્રેસ નેતા અધીર રંજનની વાંધાજનક ટિપ્પણી બાદ કહ્યું કે, મારી જીભ લપસી ગઈ હતી. આ બાબતને ભાજપ કારણવિના ચગાવી રહી છે અને જાણી જોઈને વિવાદ ઉભો કરવામાં આવી રહ્યો છે. ભાજપ કોઈ મુદ્દો શોધી રહી છે, કારણ કે હાલ તેની પાસે કોઈ મુદ્દો જ નથી. મેં કાલે જ મીડિયા કર્મીઓને કહ્યું હતું કે, મારાથી ભૂલથી આ શબ્દ નીકળી ગયો હતો.