વલસાડ જિલાના કપરાડા તાલુકામાંથી આજરોજ મૃત પશુઓ ભરેલું કન્ટેનર ઝડપાયું હતું. પોલીસની નાકાબંધી દરમિયાન કન્ટેનરમાંથી ખુબ જ દુર્ગંધ આવતી હોવાથી રસ્તા ઉપર પોલીસ કર્મચારીઓએ કન્ટેનરને ઉભું રાખી તપાસ હાથ ધરી હતી. જેમાંથી 50 જેટલા મૃત પશુઓ મળી આવ્યા હતા.