બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારોમાં આકાશમાં અનોખુ દ્ર્શ્ય જોવા મળતા ચકચાર મચી છે. જેમાં લાખણી, કાંકરેજ, ધાનેરા સહીતના અનેક વિસ્તારોમાં આકાશમાં અનોખો નજારો જોવા
મળ્યો છે. તેમાં આકાશમાં સીધી લાઈન જેવું દ્ર્શ્ય જોવા મળતા લોકોમાં કુતુહુલ સર્જાઇ છે. તથા લોકોએ દ્ર્શ્યો પોતાના કેમેરામાં કેદ કરી ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ કરતા વીડિયો
ચર્ચાનો વિષય બન્યો છે. અંદાજિત 7:24 વાગ્યે આકાશમાં આવુ દ્ર્શ્ય જોવા મળ્યું હોવની ચર્ચાઓ છે. તથા સંદેશ ન્યૂઝ આ વાયરલ ફોટા અને વીડિયોની પૃષ્ટિ કરતુ નથી.