મધ્યપ્રદેશમાં ધરપકડ કરાયેલ પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (PFI)ના 4 નેતાઓ પાસેથી મળી આવેલા ડિજિટલ ડિવાઈસમાંથી ચોંકાવનારી વિગતો બહાર આવી છે. તેમના ડિવાઈસમાંથી ડિલીટ કરાયેલા ડેટાને રિકવર કરવામાં આવ્યો છે. એવું બહાર આવ્યું છે કે તેના વોટ્સએપ ગ્રુપની સાથે સંસ્થામાં ઘરેલુ મહિલાઓ અને કોલેજ સ્ટુડન્ટ્સ પણ હતા. આ ગ્રૂપમાં દેશ વિરુદ્ધ શંકાસ્પદ ગતિવિધિઓ કરવામાં આવી રહી હતી. લોકોને દેશ વિરુદ્ધ ભડકાવવાની સાથે અહીં કટ્ટરપંથી વિચારધારાનો પણ પ્રચાર કરવામાં આવતો હતો.