વાગરા તાલુકાના ચાંચવેલ ગામે નિયાઝ દરમ્યાન ફૂડ પોઇઝનિંગની ઘટના બની હતી. 150થી વધુ લોકોને ફૂડ પોઈઝનિંગ થયું હતું. જે બાદ ઝાડા ઉલટીની ફરિયાદ સાથે લોકોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં આરોગ્ય વિભાગે તપાસ શરૂ કરી છે.