30 નવેમ્બરે PM મોદી દાદરા નગર હવેલીની મુલાકાતે આવશે. જેમાં PMની વિઝિટને લઈ દાદરા નગર હવેલી શણગારાશે. તથા PM મોદી અનેક યોજનાઓનું ખાતમુહૂર્ત-લોકાર્પણ
કરશે. ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે. તેવામાં વિવિધ પક્ષના નેતાઓ ગુજરાત આવી રહ્યાં છે. ત્યારે PM મોદી ગુજરાત તો આવશે. તેની સાથે
દાદરા નગર હવેલીમાં 30 નવેમ્બરના રોજ પ્રધાનમંત્રીની વિઝિટની તૈયારી કરવામાં આવી છે. તેમાં પ્રશાસન સાથે લોકભાગીદારીથી શણગારવામાં આવશે. પ્રદેશની અનેક મહત્વની
યોજનાઓનુ ખાતમુહૂર્ત સાથે તૈયાર યોજનાઓનુ લોકાર્પણ પ્રધાનમંત્રીના હસ્તે કરવામા આવશે.