ગીર સોમનાથ: જિલ્લાના જંગલ વિસ્તાર નજીક આવેલા ગ્રામ્ય વિસ્તારમાં સ્થિત એક મહાદેવ મંદિરના કમ્પાઉન્ડમાં નર સિંહ જોવા મળ્યો હતો. વન્ય પ્રાણીઓ ખુલ્લામાં ફરતા હોવાના અનેક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. આવો જ એક વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયો છે, જેમાં એક નર સિંહ ભગવાન ભોળાનાથના મંદિરના પટાંગણમાં પગથિયાં નજીક બેઠેલો જોવા મળ્યો હતો. આ દ્રશ્ય એવું લાગતું હતું કે જાણે નર સિંહ શિવ આરાધના માટે મંદિરે પહોંચ્યો હોય. આ ઘટનાનો વીડિયો મંદિરમાં હાજર એક ભક્તે પોતાના મોબાઈલ કેમેરામાં કેદ કર્યો હતો.
છેલ્લા કેટલાક દિવસોથી ગીર જંગલ વિસ્તાર છોડીને સિંહ, દીપડા સહિતના વન્ય પ્રાણીઓ માનવ વસાહતો તરફ વળ્યા છે. આવા વન્ય પ્રાણીઓ ગામોમાં ઘૂસીને શિકાર કરતા હોવાના અનેક બનાવો પણ સામે આવ્યા છે.
આ પણ વાંચો: